________________
૭૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માનભેર રહેવા ખાતર પણ આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચારે જ છુટકો છે.
કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્ત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામો છે કે જેને ત્યાગી ગયું અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલ અને બીજા અમલદારો જે સરકારી તંત્રના અન્યાયનું પિષણ કરી રહ્યા હોય તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલિસે અને સિપાઈઓ જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને આ દેશમાં જ રહેવાના છે તેઓ ફક્ત નવી નોકરી માટે અન્યાય ન કરે. જુઠું ન બોલે, ખુશામત ને કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પિતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી (૩) કેળવણીને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામે છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તો બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સુઝી આવશે અને મળી આવશે.
જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુએ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પોતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે મળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી ફુકતાએ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ અને કુંકાતો લાખને ધુમાડો અટકે અને એટલું તો દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તે પહેલું જ રહેલું છે.
ઉપરનાં કર્તવ્ય કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થોડી શક્તિવાળા ભાગીઓ એ જ કાર્યોને નાના ક્ષેત્રમાં પણ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org