________________
સાધુસંસ્થા અને તી
સંસ્થા
૭૫
છે એ સમજતા જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચેાસ બંધનમાં નથી હેાતી, નથી રહી શકતી, ઉલટું ઘણીવાર તા ગુંગળાઇ જાય છે. જો આધ્યાત્મિકતા જીવનમાં હાય અથવા સાચે જ લાવવી હાય તા તેને કાઇ પણ સાથે વિરાધ નથી, કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પાષી શકાય, અને એ બધાથી છુટીને પણ ધણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી આવે છે, જેના આઘુ ક્રાઈ વસ્તુ સાથે વિરાધ નથી. અલબત્ત આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈ એ અને એની કુંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષા'ના અને સત્પુરુષાથૅના ધાત કરીએ છીએ. સત્પુરુષાર્થ કરી એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નાતરે ઉભી જ છે. લેાકાને દારૂ પીતા ડવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેાડવવામાં ( અને તે પણ અહિંસા ને સત્યદ્વારા) સત્પુરુષાર્થ નહિ તેા બીજું શું છે એના જવાબ કાઇ આગમધર આપશે?
વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાળીશ વર્ષના સાધુસંસ્થાના ઈાંતહાસ આપણને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાના પૂરાવા તેમાંથી કેટલા મળે છે ? છેલ્લા દશ વર્ષાંતે જ ક્લ્યા. જો પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગણેાચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તા તા અનિચ્છાએ પણ કબુલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એકબાજુ દેહિતના કાર્યમાં કશા જ ફાળા નિહ, અને બીજીબાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ એમ અન્ને રીતે દેવાળું કાઢીને કાઇ પણુ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી તુજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પેાતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લેકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org