________________
૧૬૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
જૈનશાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તેા પણ તે સુલભ છે. ગુલામીવૃત્તિ નવું સરજતી નથી અને જૂનું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હાય છે. જેને સગુણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિનેા બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ વિચારવું ઘટે.
5
ધધાપરત્વેના છેલ્લા પ્રશ્નના સંબંધમાં જૈનશાસ્ત્રની મર્યાદા બહુ જ ટુંકી અને ટચ છતાં સાચા ખુલાસા કરે છે અને તે એ છે કે જે ચીજના ધંધા ધર્મ વિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હેાય તે ચીજને ઉપભાગ પણ ધર્મ અને નીતિવિદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈનપર પરા માટે વજ્રય લેખાયાં છે તેા તેના ધધે! પણ તેટલેા જ નિષેધપાત્ર છે. અમુક ચીજનેા ધંધા સમાજ ન કરે તેા તેણે તેના ઉપભાગ પણ હેડવા જ જોઇએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકા અન્ન, વસ્ત્ર આદિ બધું નીપજાવતા, અને તેના ધંધા પણ કરતા. જે માણસ ખીજાનો કન્યાને પરણીધર ખાંધે અને પેાતાની કન્યાને ખીન્ન સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાંતા ગાંડા હાવા જોઈએ અને ડાહ્યો હાય તા જૈનસમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભાગવતે ન જ હાવા જોઇએ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યંત્રા જથાબંધ વાપરે તે માણુસ દેખીતી રીતે તેવા ધંધાને ત્યાગ કરતા હશે તેા એને અર્થ એ જ કે તે ખીજા પાસે તેવા બધાએ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે. અને કરાવવામાં તેમ જ સમ્મતિ આપવામાં જ એછે દોષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈનશાસ્ત્રમાં નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાના સંભવ જૈનશાસ્ત્ર માને છે. જે મૌદ્દો માંસના ધે કરવામાં પાપ માની તેવા ધંધા જાતે ન કરતાં માંસના માત્ર ખારાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને તે જૈનશાસ્ત્ર એમ કહેતું હોય કે “ તમે ભલેને ધંધા ન કરે પણ તમારાદ્વારા વપરાતા માંસને
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org