________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન
દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઉંડા ન ઉતરીએ તો ચર્ચાને અન્યાય થવા સંભવે છે. દીક્ષા દેવાની તરફેણને વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકોને જે દીક્ષા આપી હતી, તેમજ ત્યાર પછીના વજ, હેમચંદ્ર, અને યશોવિજયજી જેવાએ બાળદીક્ષાને પરિણમે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. અને વળી બીજે સામેનો પક્ષ તેવા દાખલાઓ
સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે શો છે ?જ્યારે સહેજ આજની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદને મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતો. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મૂકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમેઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને નથી તે લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણોને. કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પોતાની જવાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ પણ સૂક્ષ્મ ચિતનો ચાલતાં, અલૌકિક ધ્યાન ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહોરન સાધુચર્યાને કાર્યક્રમ વિચારણું, ધ્યાન અને મોનિગ્રહિ તપમાં જ ગોઠવાયેલા રહેતા. એ વાતાવરણ એટલું બધું સાત્ત્વિકતામાં ઉંડુ, જિજ્ઞાસામાં વિશાળ, અને તપમાં ગંભીર રહેતું કે તેમાં માર (આસુરી વૃત્તિ)ને પસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારે, કશું નવું જાણવાની બેદરકારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org