________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડે જ છૂટકે છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જે સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઇ આપવા જ માગતા હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકે છે. અને તે માટે તેમને આજનું વાતાવરણું બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાનું નથી પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને બદલવા ને બદલવાની છે. મોડેથી એમ તે કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જો કે સહુ મનમાં તો જાણે જ છે) એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે.
“વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે? એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જે ત્યાગીઓને રહેવા, વિચરવા, શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગોઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો, વીશ વર્ષના, દશ વર્ષના. અને પાંચ વર્ષના સુદ્ધાંને દીક્ષામાં સ્થાન છે. અને જે વાતાવરણ એદી તથા બીકણ હોય તો, તેમાં સાઠ કે એંશી વર્ષનો બુટ્ટો દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા, નિષ્ફળતાનો ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણું દેશમાં અને સમાજમાં તો ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપગ્રસ્ત લેકે અને પ્રાણીઓનો પાર નથી. સેવકે શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાને વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તો દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઉભો થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીએ જે તેના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પિતાના પક્ષને ખરીદેલો નહિ પણ સાચો જ વિજય માગતા હોય છે, તેમની ફરજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org