________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
છે ખરી ? પિતાની વાત બાજુએ મુકે તો ય પિતાના શિષ્યો સુદ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંધાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પડિત પાસે બીજા સાધુના શિષ્યો છુટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણું દિવસ થયાં આવવાની ઈછા તો હતી, પણ જરા મહારાજને ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે “હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.” હું કબુલું છું કે આ મારું વર્ણન સર્વને એક સરખું લાગુ નથી પડતું. પણ આ ઉપરથી એટલું જ કહેવા માગું છું કે આજનું આપણે ત્યાગી વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે.
એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તપમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણું જ દેશમાં બીજી જગેએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણું દીક્ષિતો સામે નથી.
એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ. બાળ અને તરુણદોક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુદ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાર્ય કરે છે ખરું? હું ધારું છું કે જે આજનાં વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તો ઝઘડો રહે નહિ. કાંત દીક્ષાપક્ષપાતીઓને પોતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાંતે દીક્ષાને આગ્રહ જ છેડો પડે. જે માતાએ સીકંદર, નેપેલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમીઓ -જગતને આપવા હોય, તે માતાએ સંયમ કેળવે જ છુટકે છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org