________________
શાસ્ત્રમર્યાદા
૧૬૩
બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિષે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થએલું છે. ભગવાન મહાવીરને જે કાંઈ પિતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તો તે એકાંતિક ત્યાગ જ હતો. પણ એવા ત્યાગના ઈછનાર સુદ્ધાં બધા એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લોકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા. એટલેજ તેઓ ઉમેદવારના ઓછા કે વધતા ત્યાગમાં સંમત થઈ, ‘મા પદવષે –વિલંબ ન કર–એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભોગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શા લોકો આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ ઘડશે. દેશકાળ પ્રમાણે લેકે પોતાની ભોગમર્યાદા માટે નવા નિયમે, નવા વ્યવહારો ઘડશે, જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેકી પણ દેશે. એ લૈકિક સ્મૃતિમાં ભગવાન પડયા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત ત્યાગનો છે. લૌકિક નિયમેનું ચક્ર તેની આજુબાજુ ઉત્પાદ વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે ફર્યા કરે એટલું જ જોવાનું રહે છે. આજ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈનસમાજ વ્યવસ્થિત થયો અને ફેલાતો ગયો ત્યારે તેણે લૈકિક નિયમોવાળાં ભોગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્ર રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતો રાખે તે જ ન્યાય સમાજને જીવતા રહેવા માટે હાથ ઉંચો કરી કહે છે કે ‘તું સાવધ થા, તારી પાસે પથરાએલી પરિસ્થિતિ છે અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે; પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગનો ડોળ તું કરીશ તો જરૂર મરીશ, અને પિતાની ભોગ મર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પોતાની વૃત્તિઓ તૃપ્ત કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org