________________ અહિંસા અને અમારિ 35 કરી લીધી અને ગીતા ર aa છે અને શીખવે છે. તે કહે છે કે જે પંડિત પુરોહિત અને બાવા ફકીરોને વર્ગ પ્રજા સામાન્ય ઉપર નભતા હોય તેની ફરજ પ્રજાની સેવામાં પિતાનું લેહી નીચોવી નાખવાની છે. એ વર્ગ એક ટંક ભૂખે ન રહી શકે અને તેના પિોષક અનુગામી વર્ગમાં કરોડો માણસોને એકવાર પુરું ખાવાનું ન મળે એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. પંડિત અને ગુરુ વર્ગને જોઈએ તે કરતાં દશગણું કપડાં મળી શકે અને તેના પગમાં પડતા અને તેના પગની ધૂળ ચાટતા કરડે માણસનાં ગુહ્યઅંગ ઢાંકવા પણ પુરતાં કપડાં ન હોય, તેઓ શિયાળામાં કપડાં વિના ઠરી અને મરી પણ જાય. પંડિત પુરોહિતો અને ત્યાગવગને માટે મહેલો હોય અને તેમનું પિષણ કરનાર, તેમને પિતાને ખભે બેસાડનાર કરે! માણસોને રહેવા, સામાન્ય આરોગ્યકારી ઝુંપડાં પણ ન હેય એ સ્થિતિ અસહ્ય છે. પહેલો વર્ગ તાગડધિન્ના કરે અને બીજે અનુગામી વર્ગ એના આશીર્વાદ મંત્ર મેળવવામાં જ સુખ માને એ સ્થિતિ હંમેશાં નભી ન શકે, એટલે જે આપણે ખરે અમારિ ધર્મ સમજીએ અને તેને ઉપયોગ જુદે જુદે પ્રસંગે કેમ કરી શકાય એ જાણી લઈએ તે જેમ અન્યાયી રાજા પ્રત્યે, તેમ સેવાશૂન્ય પંડિત પુરોહિતો અને બાવા ફકીરે પ્રત્યે પણ આપણી ફરજ તેમનું પિષણ અટકાવવાની ઉભી થાય છે. એમ કરી તેઓને સેવાનું અને પિતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગાળીને ઉદ્દેશ હેવો જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પોષણના બદલામાં પ્રાણુ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય; દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ-તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણું આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણું માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પિષવામાં તેમની અને આપણી બન્નેની હિંસા છે. એ હિંસાથી બચવું તે આજનો અમારિ ધર્મ તીખવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org