________________
૭ર
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગનું હજાર વર્ષના વારસા ઉપર, આ રાજ્ય પછી શી અસર થઈ છે. જે વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે છે તેમને જનતાગત દારૂત્યાગને વારસ, આ રાજ્ય આવ્યા પછી નવું અને નાબુદ થવા લાગ્યા છે, તો પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જેનધામની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થ માં છે ? મંદિર અને મૂર્તિઓ ઉપર કુહાડાઓ ને પડે. ભંડારે ન લૂંટાય, પણ જે હજાર વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ નાશ પામે, (જેને માટે જ મંદિર, મૂર્તિઓ અને ભંડારો હતા) તે આપણે શી રીતે કહી શકીએ કે આપણે ધર્મ–આપણો ધાર્મિક વારસો સલામત છે ? કોઈ દુષ્ટ પુરુષ, કોઈ બાઈનાં ઘરેણાં, કીંમતી કપડાં અને તેના કેમળ અંગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા સિવાય જે તેની પવિત્રતાનો નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ સ્પષ્ટ સમજે. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાંતે તમે તમારા નૈતિક ગુણમાં બરબાદ થાઓ એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નતિક જીવન ભ્રષ્ટ કરે, અને કાંતે મંદિર મૂર્તિ અને ખજાનાઓ મને સોંપી aો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જે આ બેમાંથી એક જ માગણું પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તો તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાનાઓ સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે, એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને ખજાનાઓ બચાવી રાખો? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે? હું નથી ધારતો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org