________________ અહિંસા અને અમારિ 29 આપણુ વિના બીજા કોઈ દેશને માણસ સછવન નહિ કરે. આપણું દેવાની વસ્તુઓ બીજા દેશના લોકો નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લેકે એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પિતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે. એટલે તમારે પાકો માલ તેઓ નહિ જ લે; ત્યારે આપણો માલ આપણે ન ખરીદીએ તો આપણું દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે ? અને થતું હોય તો એ નભી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી ખરીદવાની આપણી ઉદાસીનતા, અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમજ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણે ધંધે કચરાઈ જાય તેવી થતી બધી જ હીલચાલે. આ બે કારણથી આપણે ધંધે. જગે જ કેવી રીતે ? અને જે દેશમાં ઉદ્યોગ કે ધંધે ન જાગે તો આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણું દેશના કરોડો માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નભાવી શકવાના દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે; મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લોહી જ ચૂસાતું અને નીચોવાતું હોય ત્યારે પહેલાં તો એ લોહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. હિંદ માતૃભૂમિના શરીરની એકેએક નસમાંથી આજે લોહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લેહી અટકાવી તાજું લેહી ભરવું આપણું હાથમાં છે. એક માણસ લાખો રૂપીઆની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લુગડાલત્તામાં, વાસણ કુસણમાં અને બીજી એવી નાની મોટી હજારે ચીજોમાં લાખો રૂપીઆ હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી, અથવા એમ કહે કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીને સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મેટામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org