SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ઉલટુ એમણે એ તપ અને પરિષહાની મદદથી જ પેાતાનું આધ્યાત્મિક જીવન પશુ ઉન્નત બનાવ્યું છે. એક જણુ તપ અને પરિષહાથી આધ્યાત્મિક તેમજ આધિભાતિક અને પ્રકારનાં પરિણામા સાથે, અને ખીજાએ એ વડે એમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ-પરિષહતી કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની. આપણે આપ્રણા એ વારસાના ઉપયાગ રાષ્ટ્રના અભ્યુદ્ય અર્થ કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યુદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હાય તા વચ્ચે કાણું આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકું—એ ન્યાયે આપણાં આળસી અંગા આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાÖમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તેા ભાગભૂમિકા છે અને અમે તેા આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભાગભૂમિકામાં પડીએ તા એ શી રીતે સધાય ખરેખર આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હાય, જેને કરી છુટવું હાય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશા જ વિરાધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે; તેમ ઇચ્છા અને આવડત હાય તા રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે. અને જો ઇચ્છા અને આવડત ન હેાય તા . આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઉલટું જ આવેઃ જેવું આજે દેખાય છે. ખાવીશ પરિષઢામાં ભૂખ તૃષા, ટાઢ તડા, જીવ જંતુ, માન અપમાન વગેરેનાં સંકટા મુખ્ય છે. એ સંકટાથી પેાતાને વધારેમા વધારે ટેવાયેલ માનનાર એક મોટા શ્રમણવર્ગ દેશને સદ્ભાગ્યે મેાજીદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિસ અને સત્યપ્રિય યાદ્દાઓમાં એ જ ગુણ્ણાની વધારે અપેક્ષા રહે છે. આ ગુણી જૈન વર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy