________________
સાંવત્સરિક ક્ષમાપના
૧૩૩ આપણે જે ખોરાક હાલ ખાઈએ છીએ, તેના કરતાં અર્ધા અથવા ત્રીજા ભાગના ખોરાકની આપણને જરૂર છે. મનુષ્ય ચાવી ચાવીને ધીમે ધીમે ખાય, તો જે ખોરાક ખાય, તેના મોટા ભાગનું લેહી બની જાય, મળ તરીકે ઘણે થોડો ભાગ નીકળે, એટલે ઓછા ખોરાકથી તેને ચાલી શકે, અને તે ઓછા ખેરાકમાં પણ તેને જોઈતી પુષ્ટિ મળી જાય. મનુષ્ય ઘણુવાર પેટને પૂછીને નહિ પણ છે ઇન્દ્રિયને પૂછીને ખાય છે, તેથી તેની પચાવવાની શક્તિ હોય તેના કરતાં વધારે ખાવાને દોરાય છે, અને આથી અજીર્ણ થાય છે. અજીર્ણ એ બધા રોગોનું મૂળ ગણાય છે. આ અજીર્ણમાંથી બચવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય એકાશન, ઉપવાસ આદિ સાધન છે.
જ્યારે મનુષ્ય શરીરરૂપી ઘંટીમાં નવો ખોરાક ઓછો નાખે છે, અથવા બીલકુલ નાખતા નથી, ત્યારે તે જઠરાગ્નિને જૂને કચરો પચાવવાને વખત મળે છે, અને આ રીતે શરીરને બગાડ નાશ પામે છે. ખરી વાત તો એ છે કે આપણું પચાવવાની શક્તિ હોય, તેના કરતાં પણ થોડું ઓછું ખાવું; પણ તે છતાં કોઈ ભૂલને લીધે અજીર્ણ થઈ જાય તો એકાશન કે ઉપવાસ કરવાથી તે અજીર્ણ નાશ પામે છે. આ રીતે શારીરિક નિરોગીતામાં તપશ્ચર્યાનો ભાગ છે, તે ઉપરાંત જ્યારે મનુષ્ય એકવાર જમે છે કે ઉપવાસ કરે છે, ત્યારે તે સારી રીતે વિચાર કરી શકે છે, ધ્યાન કરી શકે છે. ઉપવાસનો અર્થ પાસે વસવું એવો થાય છે. માટે ઉપવાસીએ તો આત્માની પાસે વસવાનો-આત્માના ગુણો વિચારવાનો અને તેને જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરવો જોઈએ. તપશ્ચર્યાના સંબંધમાં એક બાબત એ યાદ રાખવા જેવી છે કે શરીર એ સંયમનું પ્રબળ સાધન છે, એ ધર્મનું પ્રથમ સાધન છે, માટે ઉગ્ર તપશ્ચર્યા કરી તેને મારી નાખવાનું નથી, પણ તેની સાથે એવી રીતે વર્તવાનું છે કે તે આપણું સ્વામી થવાને બદલે આપણું કાબુમાં રહે અને આપણું ઈચ્છાનુસાર વર્તે.
પર્યુષણમાં ત્રીજી બાબત મહાપુરુષોના જીવનની કથાનું શ્રવણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org