________________
જ્ઞાનના ભંડારો અને સંઘસંસ્થા
સાત ક્ષેત્રમાંથી ગઈ કાલે ચૈત્ય અને મૂર્તિના સંબંધમાં વ્યાખ્યાન થઈ ગયાં છે, હવે જે પાંચે ક્ષેત્ર રહ્યાં, તેમાંથી આપણે જ્ઞાનને અને સંઘને વિચાર કરીએ. કારણ કે સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગ સમાઈ જાય છે.
સંઘના ઉદ્ધારાર્થે મુખ્ય સાધન જ્ઞાન છે. અંધારા ઓરડામાં જતાં આપણે સ્તંભ સાથે અફળાઈએ, અથવા તો ખુરસી સાથે ઠાકર વાગે કે રસ્તામાં પડેલા ખડીઆને ઉધે વાળીએ, પણ તે ઓરડામાં દીપકનો પ્રકાશ આવતાં વસ્તુસ્થિતિ ખરી રીતે સમજાય છે. તેવી રીતે જ્ઞાનથી વસ્તુઓને ખરું સ્વરૂપ સમજાય છે, અને પછી આપણે હેય અને ઉપાદેયનો વિવેક કરી શકીએ છીએ. પ્રથમ મહાવીર સ્વામીએ ત્રિપદી કહી. તેમાંથી ગણધરોએ શા ગુંચ્યાં. જ્યારે લોકો મૂળ સૂત્રો સમજવાને અસમર્થ હોય–અથવા પૂરતા સમર્થ ન હોય ત્યારે તે સૂત્રો પર ભાષ્ય રચાયાં, ભાષ્યો પર ટીકાઓ થઈ. આમ ખરા–જાત અનુભવી જ્ઞાનીઓના અભાવે તેમણે લખેલાં પુસ્તકે અને તેની ટીકાઓ આધારભૂત બને છે. જ્યારે સાચા જ્ઞાનીઓ જીવતા હોય, વિદ્યમાન હોય, ત્યારે તેમના હદયના ઉદ્દગારો એ જ શાસ્ત્રો બને છે. પણ જ્યારે પિતાનામાંથી નવું જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ હેય નહિ તેવા શિષ્ય હોય છે, ત્યારે તેઓ ભાળે, ટીકાઓ, અવચૂરિઓ લખે છે, અને પછી જીવનપ્રવાહ વહેતો અટકે છે અને અમુક સ્થાયી વિચારે પુસ્તકરૂપે દઢ થાય છે. તેવા પુસ્તકાના ભંડારને જ્ઞાનના ભંડારો કહે છે. જ્ઞાનનાં પુસ્તકે આપણને તત્ત્વજ્ઞાન, મહાન પુરુષનાં ચરિત્રો અને તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાને માર્ગ–આચારો પૂરા પાડે છે. દરેક જમાનાનું મુખ્ય કામ એ છે કે ભૂતકાળના મહાપુરુષોએ આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org