________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા
તથા તેને ઉપયોગ જ્યાં માનવ જાત છે, ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે અને જરા ઓછા હોય તો એને જમાવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગાધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ પણ જ્ઞાનની ઉંડી શોધ, જે શોધ માટે એમણે તન તોડ્યું, રાત દિવસ ન ગણ્યા, અને તેમની જે ઉંડી શેધ જાણવા, સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઉભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે.
ભગવાનના નિર્વાણ પછી, એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ, અથવા એકત્ર થનાર, હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરો પણ થયે, અને સ્પષ્ટતાએ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હસે વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમાં વધતે. ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થળ સાધનો પણ મહિમા વધતો ચાલ્યો, સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર, પુસ્તક પાનાં જ નહિ પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો એટલું જ નહિ પણ એ પોથી પાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org