________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન
૯૭ જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી, અથવા તે વધારે ઉંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમજ સજીવ રાખવી હોય તો આપણે ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં, અને સતત અંતર્મુખ રહેવામાં છે, જે અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તો કોઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દિક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે.
આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી પણ વસ્તુસ્થિતિ રજુ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનવિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે પુનવિધાનને પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બન્ને પક્ષકારો, ખાસ કરી ગુરુએ આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણામાંથી પુનર્વિધાનનું ખોખું ઉભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનવિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનવિધાન કેવું હોવું જોઇએ એ ભાગ જાણુને જ છોડી દઉં છું. એ એક સ્વતંત્ર ભાષણનો વિષય છે. તા. ૨૬-૮-૩૦
સુખલાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org