________________ અહિંસા અને અમારિ 21 ભાઈઓ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમાડી અને બહુ તે પશુપંખી સુધી વ્યાપેલી છે. માનવ જાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે પણ આ વિધાન બરાબર નથી એની સાબીતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ. (1) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લા સો વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળ તેમ જ બીજી કુદરતી આફતો લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માનવા માટે કેટકેટલું અહિંસાપષક સંઘ તરફથી કરવામાં આવ્યું છે, કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે, ટલું અન્ન વહેંચવામાં આવ્યું છે! દવાદારૂ અને કપડાં માટે પણ ટલું કરવામાં આવ્યું છે. દા. ત. છપને દુષ્કાળ કે જેની વિગતો મેળવી શક્ય છે. (2) દુષ્કાળ અને કુદરતી બીજી આફતો ન હોય તેવે વખતે પણ નાના નાના ગામડામાં સુદ્ધાં જે કંઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વીગત જાણવી. (3) અર્ધા કરોડ જેટલે ફકીર, બાવા અને સાધુસંતોને વર્ગ મોટે ભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુ વર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતો આવ્યો છે અને નભે જાય છે તે. આટલો સાચો બચાવ છતાં ઉપર દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્ય સમાયેલાં છે જે બહુ કીંમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઉભી થઈ છે. (1) પહેલું તે એ કે આપણું માનવજાતિ તરફની અહિંસા કે દયા વ્યવસ્થિત કે સંગતિ નથી એટલે મોટે ભાગે જ્યાં, જેવી રીતે, અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂર હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરાતું નથી અને ખર્ચ કરવામાં સાવધાની ચોકસાઈ રખાતાં નથી; તેમજ ઘણીવાર માનવભાઈઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org