________________
શાસ્ત્રમર્યાદા
૧૬૧ રાષ્ટ્રીયક્ષેત્ર અને રાજપ્રકરણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જેન– એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાએલું છે. ગૃહસ્થ જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમજ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારેમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારોમાં જૈનત્વ આણવાને અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાનો ભગીરથ પ્રયત્ન જેનાચાર્યોએ સેવ્યો હતો તો પછી આજે રાષ્ટ્રીયતા અને જેનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજપ્રકરણ એ બધું કાંઈ મનુષ્યતીત કે લેકોત્તર ભૂમિનું હતું? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું કે શું તે વખતના રાજપ્રકરણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કાંઈ વસ્તુ જ નહોતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફક્ત વીતરાગદષ્ટિએ અને વસુધૈવ દુશ્વની ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબિ ગૃહસ્થ જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે તે મોભા અને ભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પિતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા અને રાજકર્મચારી પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યું છે તો સાચું જૈનત્વ જાળવી શકે છે. તો આજની રાજકરણી સમસ્યાને ઉત્તર પણ એ જ છે. એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હદયમાં પ્રકટયું હોય તો ) કશો જ વિરોધ નથી. અલબત અહીં ત્યાગી વર્ગમાં ગણાતા જૈનની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગી વર્ગને રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી ક૯૫ના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તવ જ નથી, અને રાજપ્રકરણ ૫ણ સમભાવવાળું હોઈ જ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org