________________
શાસ્ત્રમર્યાદા
૧પ૯ કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિષેના આપણા અજ્ઞાનમાં રહેલું છે.
જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટીલાંટપકાંનું જૈનત્વ જાણે અજાણે જીવન ઉપર લદાએલું હોય અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતો. એ જ રીતે જીવનમાં એાછું વધતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવા ક્ષેત્રોમાં ઉભા થતા કોયડાઓને ઉકેલવાની તેમજ વાસ્તવિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. તેથી જરૂરનું એ છે કે સાચું જનત્વ શું છે, એ સમજી જીવનમાં ઉતારવું અને બધા જ ક્ષેત્રમાં ઉભી થતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે જૈનત્વને શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી.
હવે આપણે જોઈએ કે સાચું જનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રયોગ વડે ઉપરના પ્રશ્નોને અવિરેાધી નિકાલ કેવી રીતે આવી શકે? આવું જનત્વ એટલે સમભાવ અને સત્યદષ્ટિ. જેને જેનશાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાંતદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે અથવા તે પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજ્જવળ કરે છે જ્યારે બીજું દષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો એમ કહેવું જોઈએ કે જીવનની તૃણાનો અભાવ અને એક દેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન અસમાન જેટલું અંતર છે. જેણે ખરું જેનત્વ પૂર્ણપણે અગર તો ઓછા વધતા પ્રમાણમાં સાધ્યું હોય તેવી વ્યકિતઓના સમાજ બંધાતા જ નથી. અને બંધાય તે પણ તેમને માર્ગ એવો નિરાળા હોય છે કે તેમાં અથડામણુઓ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org