________________
શાસ્ત્રમયોદા
૧૫૫ વિરેાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રોમાં ક્યાં છે? વળી તે બિચારા કહે છે કે “જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઉલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.” આ બિચારા શ્રદ્ધાળુ છતાં એક આંખવાળા વિરોધીઓને પેલો આગંતુક કે વિચારક અષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણું અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અર્થદષ્ટિએ વિકસે છે અને નવી વિચારણું અને ભાવનાનો નો થર આવે છે અને વળી એ નવો થર વખત જતાં જૂનો થઈ
જ્યારે બહુ ઉપયેગી નથી રહેતો અગર ઉલટો બાધક થાય છે ત્યારે વળી નવા જ સ્ત્રષ્ટા અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એકવાર નવી અને હમણાં જૂની થઈ ગએલી વિચારણું અને ભાવનાઓ ઉપર નો થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણીવાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે શબદ સ્વતંત્ર સરજવા પડતા હેત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તે તો જૂના અને નવા વચ્ચે ઠંદ ( વિરોધ ) ને કદી જ અવકાશ ન રહેત. પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું તેથી જૂના લકાની મક્કમતા અને નવા આગંતુકની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિધ વિકાસનું જ રૂપ પકડે છે. જૈન કે બાદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આજ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇ, વરુણ,
ત, તપ, સત, અસત, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની, ભાવના અને ઉપાસના લ્યો; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરપાએલી ભાવના તથા ઉપાસના લ્યો. એટલું જ નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org