________________
શાસ્ત્રમયોદા
૧૫૩
આટલી જ સમજ બસ છે. જે એ મિથ્યા અભિમાન ગળે તે મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણની નદીઓ પોતપોતાની ઢબે એક જ મહાસત્યના સમદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાનો પ્રધાન ઉદ્દેશ છે.
સજક અને રક્ષક—શાસ્ત્રો કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે–રક્ષાય છે; અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ થાય છે. રક્ષકે, સુધારકે, અને પુરવણીકાર કરતાં સર્જકે હમેશાં જ ઓછા હોય છે. સર્જકોમાં પણ બધા સમાન જ કોટિના હોય એમ ધારવું તે મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકેના મુખ્ય બે ભાગ પડે છે. પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેને આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેને પ્રચાર કરવાની કોશીષ કરે છે. તે એટલે બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પોતાના પૂજ્ય સ્રષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફારફેર કરવા જેવું નથી લાગતું. તેથી તે પિતાને પૂજ્ય સ્રષ્ટીના વાકને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે. અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રસકેને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઉલટું તેમાં તે જે જે ઉણપ જુએ છે, અગર પુરવણની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શકિત પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રનો પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકાના પહેલા ભાગ દ્વારા શાસ્ત્ર પ્રમાર્જન અને પુરવણી ન પામવા છતાં એકદેશીય ઉંડાણ કેળવે છે અને રક્ષકેના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્ર પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કઈ પણ સટ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઈતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાત્રી થયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org