________________
૧૫૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન નહિ રહે. અહિં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક વેદભાગને. મૂળ સર્જન માની પ્રસ્તુત વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મિત્રવેદને બ્રાહ્મણ ભાગ અને જેમિનીયની મીમાંસા. એ પ્રથમ પ્રકારના રક્ષકે છે, અને ઉપનિષદો, જૈન આગમે, બાદ્ધ પિટક, ગીતા, સ્મૃતિ, અને બીજા તેવા ગ્રંથો એ બીજા પ્રકારના. રક્ષકે છે. કારણ કે બ્રાહ્મણગ્રંથને અને પૂર્વ મીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતો ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજબૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કોઈપણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષા મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઇ જ દેખાતું નથી. ઉલટું ઉમેરવાનો વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકાર, આગમકાર, પિટકકાર વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવો, ઉમેરવા જેવો અને વિકસાવવા જેવો લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેટવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઉભી થાય છે.
નવા જૂના વચ્ચે કેન્દ્ર–ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એક બીજા વચ્ચે વિચારનો સંઘર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંઘર્ષ અનર્થકારી લાગે છે. પણ એ સંઘર્ષને પરિણામે જ સત્યનો આવિર્ભાવ આગળ વધે છે. કોઈ પુષ્ટ વિચારક કે સમર્થ સ્રષ્ટા એ જ સંઘર્ષમાંથી જન્મ લે છે અને તે ચાલ્યા આવતાં શાસ્ત્રીય સમાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકોને ચમકાવી સકે છે. અને બધા જ લેકે કે લોકોને મેટો ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમજ ભાવનાઓના હથિયારવડે એ નવા વિચાર કે સર્જકનું માથું ફેડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરોધીઓની પલટણ અને બીજી બાજુએ નવા આગન્તુક એકલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org