________________
૧૦૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ધારણ કરવું જોઈએ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસે બધે સુવાસ ફેલાવે.
અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડાર છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે છતાં, પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે, અથવા સંઘરે જ જવાય છે, તે બધાને ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બન જોઈએ. અને દરેક ગામ કે શહેરના કેન્દ્રસ્થ ભંડાર ઉપરથી, એક મહાન સરસ્વતીમંદિર ઉભું થવું જોઈએ, કે જ્યાં કેઈપણ દેશ-પરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે, અને તે તરફ આવવા લલચાય. લંડન કે બલિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયેગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ. અભણ, સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહ પહોચે.
આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તો તેઓ ઈચ્છશે છતાં તેમનામાંથી આલસ્ય, કલેશ અને બીનજવાબદારી જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારોના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઈરછાપૂર્વક એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય ગોઠવાઈ જવું જે ઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડનો ભારેમાં ભારે લાકડીને કે ઉપાડી, પગપાળા ચાલી કેડ વળી જાય ત્યાંસુધી અને ધોળાં આવે ત્યાંસુધી જહેમત ઉઠાવી છે, અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશીષ કરી છે તે સાધુવર્ગને મારા જેવા શુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે એમને વિનવણું કરવી, એમાં તે વિનવણું કરનાર, અને વિનવાતા વગર, બનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન જ ગળી જાઉં તે પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણીને નિરર્થક સાબીત કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org