________________
સાંવત્સરિક ક્ષમાપના
આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે. પર્યુષણમાં આપણે ત્રણ મુખ્ય કામ કરવાનાં હોય છે; સાવત્સરિક ક્ષમાપના, તપશ્ચર્યા. અને મહાપુરુષોની જીવનકથાનું શ્રવણ આપણે પ્રથમ સાંવત્સરિક ક્ષમાપનાનો વિચાર કરીએ. પ્રથમ પ્રતિક્રમણને ખ્યાલ લાવો. પ્રતિ=પાછા અને ક્રમણ=જવું તે. એટલે પોતાના દરરોજનાં કાર્યો, વચન અને વિચારે ઉપર પાછા જવું અને ક્યાં ભૂલ થઈ છે, તે જોઈ લેવું, અને તેની સાથે તેવી ભૂલ ફરીથી ન થાય તેવો દૃઢ નિશ્ચય કરવો તેનું નામ પ્રતિક્રમણ. શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ૨૨ તીર્થકરના સાધુઓ જે પળે ભૂલ થાય તે જ પળે પ્રતિક્રમણ કરી લેતા, તે પાપનું મિથ્યા દુષ્કત કરતા અને પછી બીજાં કાર્ય કરતા. જે મનુષ્ય ઉચ્ચ જીવન ગાળવાને ઈચછે છે, તેનું કર્તવ્ય એ છે કે જે પળે ભૂલ થઈ જાય, તે જ પળે તે ભૂલને સુધારી લેવી. બ્રાહ્મણોમાં એવો રિવાજ છે કે જ્યાં જનોઈ તૂટે ત્યાંથી નવી જનોઈ પહેર્યા વિના આગળ પગલું પણ ન ભરાય. તેને ગર્ભિત અર્થ એ છે કે જનોઈ એ મન, વચન અને કાયાની શુદ્ધિસૂચક ત્રણ દોરાની વણેલી હોય છે. હવે જનોઈ તૂટી એટલે મનથી, વચનથી કે કાયાથી કેાઈ દુષ્કૃત્ય થયું, તે પછી જ્યાં સુધી તે દુષ્કૃત્યની શુદ્ધિ ન કરે અને નવી જનોઈ ન પહેરે એટલે ફરીથી મન વચન અને કાયાની શુદ્ધિ રાખવાની પ્રતિજ્ઞા ન કરે, ત્યાં સુધી તે બ્રાહ્મણ આગળ વધી શકે નહિ.
- હવે મનુષ્ય એટલે બધો સાવધ કે અપ્રમત્ત ન રહે કે જેથી ભૂલ થાય કે તરત જ તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય, માટે નિયમ રાખવામાં આવ્યું કે આખા દિવસના કાર્યોનું નિરીક્ષણ–પ્રતિક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org