________________
ધર્મ અને પંથ
૧૪૫
- કેટલીક જગેએ કહેવામાં આવે છે કે તર્કથી સમાધાન ન થાય; પરંતુ તર્ક કરનાર જે સત્યપ્રિય હોય તો તે અનેક તર્કનો પણ અનેક અપેક્ષાઓનો પણ સમન્વય કે સમાધાન કરી શકે.
અપેક્ષાવાદ કે સ્યાદ્વાદનો આત્મા જ સમાધાન છે. અને અપેક્ષાઓ એક સત્યમાંથી ઉત્પન્ન થતા વિધાવધ તર્ક છે.
વક્તાને તે જણાય છે કે “મુંડે મુંડે મતિર્ભિન્ના” એમ જે કહેવાય છે-many men, many thoughts-એ જે કહેવત છે, તે અણસમજુ કે અજ્ઞાન મનુષ્યને માટે ભલે હો, તથાપિ તેઓ ન જાણે તેવી રીતે પણ તેઓની એક વાક્યતા કુદરત જાળવી રાખે છે. ઘણા આચારમાં પણ વિચાર એક હોય છે.
ચીનની સ્ત્રીએ પોતાના પગ બહુ ટુંકા હવામાં સુંદરતાનું દર્શન કરે છે, અને યુરોપ અમેરિકાની સ્ત્રીઓ પોતાની કમ્મર ટુંકી કરી નાખવામાં સુંદરતા દેખે છે.
જાપાનમાં નાક દાબેલું હોય અને ચપટું હોય તો તે સુંદર ગણાય, અને ઈરાનમાં તાણને પણ લાંબું રાખ્યું હોય તો સુંદર ગણાય.
બ્રાહ્મણે ગંગામાં સ્નાન કરી વેદના મંત્રો ભણી હિંદુ યજમાનને પવિત્ર કરે છે, એ જ પ્રકારે ક્રિશ્ચિયન બેપ્ટીસ્ટો હોજમાં યજમાનને બેપ્ટીઝમ આપી બાઈબલનાં સૂકતો ભણી પવિત્ર કરે છે.
આ દૃષ્ટાંતથી જણાય છે કે આચારમાં વિવિધતા હોવા છતાં પણ સુંદરતા અને પવિત્રતા વગેરે ગુણેમાં આખી માનવજાતિની જ એક વાકયતા છે-unity છે. માટે સો શાણું એ એકમત એવું જે કહેવાય છે તે સ્યાદ્દવાદના સિદ્ધાન્તથી માનવજનતામાં આણી શકાય ખરું.
જુઓ, આપણું જેનમાં ત્રણ સંપ્રદાયો છે અને ત્રણે માનીએ છીએ કે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી મુક્તિ છે. તથાપિ એ ત્રણે ગુણોને ખીલવવામાં તમે બારીક વિચારથી જોશે તો દરેક સંપ્રદાય એક ગુણને મુખ્ય રાખી, બીજા બેને ગૌણ કરી પિતાને ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org