________________
૧૪૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો દિગંબર સાધુઓ, દિશારૂપી વસ્ત્રથી પિતાના ચારિત્રને નિર્વાહ કરે છે અને વેતાંબર સાધુઓ પણ આચારાંગસૂત્ર પ્રમાણે “અચેલકમ જણાય છે.
“અચેલક' શબ્દનો અર્થ વસ્ત્રરહિત થાય છે, પરંતુ એને અર્થ “અચેલક” એટલે અલ્પવસ્ત્રવાળા કરવામાં આવે છે. આમ એક વસ્ત્રરહિત રહીને અને બીજા અલ્પવસ્ત્રમાં પણ મેહ નહિ રાખીને પિતાના ચારિત્રનો નિર્વાહ કરે એમાં વિરોધ સ્યાદવાદને કયાંથી હોઈ શકે ?
| સંવત્સરી પ્રતિક્રમણ કઈ ચોથને દિવસે કરે છે, કોઈ પાંચમને દિવસે કરે છે. હવે પ્રતિક્રમણના હેતુ ઉપર જોઈએ તો પ્રમાદવસથી આમા પોતાનું સ્થાન છેડી પરસ્થાનમાં ગયો હોય–એટલે અતિચાર લાગ્યું હોય, તેને ધોઈ નાખવાનું છે. હવે પાંચમને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારા અને ચોથને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારામાં વિરોધ ક્યાં છેતે કંઈ સમજાતું નથી. માટે જે આશય એક જ છે–વિવિધ તિથિએ કરેલા અનુષ્ઠાનનું ફળ જે એક સરખું આવે છે તો પછી પરસ્પર સુસંપ શા માટે ન સધાવો જોઈએ?
શાસ્ત્રમાં કહ્યું છે કે જે ક્રિયા સાધ્યને પહોંચાડે છે તે જ સમ્યક ક્રિયા છે. માટે ચોથ કે પાંચમ જે સાધ્યને પહોંચાડવાને બદલે સાધનમાંથી પણ ખસી જાય અને ખમાવવાને બદલે કલહ વધારે તે ધર્મને બદલે અધર્મ જગતમાં વધે માટે શ્રી મહાવીરને ધર્મન્યાયાધીશ રાખી–તેમના સ્યાદ્દવાદ કે સમાધાનવાદથી વિશ્વના તમામ ધર્મમાગે, ધર્મના નાના સંપ્રદાય, અને સંપ્રદાયના પથગછો અને સંઘાડાને જોતાં શિખીએ તો આ વિશ્વમાં સર્વ ધર્મ સુસંપતા-સંવાદન સંભાળી જગત શાંતિથી સુપ્રગતિના પંથે ચાલતું જશે. તા. ૨૧-૮-૩૦
લાલન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org