Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જન્મ્યું કે જેની માહિતી અને અનુભવ ’કાઇ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હાય કે જેની વિરુદ્ધ કાઇને કદીએ કહેવાના પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કઈ પણ છે કે નહિ? એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જે ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય ક્રુ લાલચ ન હાય તેા ઉત્તર સરળ છે, અને જો તે હાય તેા ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસના સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્દા એને મક્કમપણું અપે છે, જિજ્ઞાસા અને શ્રદ્દાની સાથે જો ખીજી કાઈ આસુરી વૃત્તિ ભળી જાય તે! તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં ખાંધી રાખી તેમાં જ સત્ય—હિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણુસ કાઇ એક જ વાક્યને અગર કાઈ એક જ ગ્રંથને, અગર કોઇ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે, અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતા થઇ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૃહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા અસત્યતાની બાબતમાં અગર તેા શાસ્ત્રની શ્રેષ્ઠતાના તર—તમ ભાવની અબતમાં મોટા વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં ખીજાં શાસ્ત્રાને ખાટાં અગર અપૂર્ણ સત્ય જણાવ નારાં કહેવા મંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પનેિ પેાતાનાં શાસ્ત્ર. વિષે તેમ કહેવાતે જાણે અજાણે નાતરે છે. આ તાકાતી વાતાવરણમાં અને સાંકડી મનેાવૃત્તિમાં એ તે વિચારાયું જ રહી. જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્ર! ખાટાં કે બધાં જ શાસ્ત્રા સાચાં કે બધાં જ કાંઈ નહિ ? આ થઈ ઉત્તર આપવાની કઠીણામની ખાજું. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186