________________
ધર્મ અને પંથ
૧૪૩ કરી શકીએ. તથાપિ આપણું ઐય ક્યાં છે–આપણું મૂળ કયાં છે! એ આપણે જોવું જોઈએ, નહિ તે મૂળ ઉપર કુઠાર પડશે અને જે મૂળને નાશ થશે તો મૂળમાંથી ઉત્પન્ન થયેલા પંથનો પણ નાશ થશે.
હવે પળે વિધવિધ થવામાં શો કુદરતનો હેતુ છે એ આપણે જરા વિચારદષ્ટિથી તપાસીએ. આત્મામાં અનંત ગુણો છે. અને એ સઘળા ગુણો ખીલવવાને આત્મામાંથી કુટેલા ધર્મને મુખ્ય ઉદ્દેશ છે. તથાપિ મનુષ્ય સઘળા ગુણે એકી વખતે સંપૂર્ણપણે ખીલવી શક્તિ નથી. એથી કેાઈ ધર્મપંથસંસ્થાપક, જ્ઞાનને મુખ્ય કરી આત્માના બીજા ગુણોને ગૌણ રાખી તેની ખીલવટ પિતે કરી પોતાને અનુસરનારાઓ પાસે એળે બળે કરાવતા રહે છે.
તેજ પ્રકારે કોઈ દર્શનને મુખ્ય કરે છે, અને જ્ઞાન અને ક્રિયાને ગૌણ રાખે છે. તેમ જ કાઈક સંપ્રદાય ઉપદેશ છે કે ચારિત્ર વિના-જ્ઞાન દર્શન ક્રિયામાં આવ્યા વિના સર્વ બેટું છે.
હવે આપણે જાણીએ છીએ કે સમ્યક્જ્ઞાનમાંથી અનંતજ્ઞાન, સમ્યક્દર્શનમાંથી અનંતદર્શન અને સમન્ચારિત્રમાંથી અનંત આનંદએ ત્રણે સમપ્રમાણમાં ખીલે નહિ ત્યાં સુધી તેને સમન્વય થવો દુર્લભ છે. માટે જ્ઞાનપ્રિયાએ દર્શનપંથ અને ચારિત્રપથની અવગણના કર્યા વિના જ્ઞાનપંથમાં રહી, વિકાસ કરવો અને દર્શનપથીઓની અને ચારિત્રમાર્ગીઓની અનુમોદના કરવી જોઈએ. આમ કરવાથી જ્યાં વિરોધ દેખાય છે ત્યાં વિવિધતા દેખાશે.
હવે આપણે જોઈએ કે જેનસમાજમાં દેખાતા ત્રણ સંપ્રદાયો અને તેમાંના એક્કા સંપ્રદાયમાં રહેલા સંધાડા અને ગા અનેક છે. છતાં એક વૃક્ષમાં શાખા ત્રણ હોય અને પ્રત્યેક શાખા ઉપર ફળો જુદે જુદે અંતરે હોય, તથાપિ વૃક્ષના ફળમાં, કુલમાં, પત્રમાં, ડાળીઓમાં, ડાળામાં, થડમાં, મૂળમાં, એક જ રસ (juice) સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org