________________
૧૩૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો દરરોજ સાંજરે કરવું. દરરજ ન બને તે પાક્ષિક કરવું. પાક્ષિક પણ ન બને તે ચાર માસે કરવું. અને તે પણ ન બને તે છેવટે એક વર્ષ તો કરવું જ કરવું. સંવત્સર એટલે વર્ષ. અને સાંવત્સરિક ક્ષમાપના એટલે આખા વર્ષમાં આપણાથી કેાઈ પ્રત્યે જાણતાં કે અજાણતાં વેર વિરોધ થયું હોય તો તેની ક્ષમા યાચવી, અને આપણે બીજાને ક્ષમા આપવી. શત્રુતા એક વર્ષથી વધારે તે ન જ રાખવી. આ સાંવત્સરિક ક્ષમાપનાના સંબંધમાં વિધિ એ છે કે જે કેઈસાથે વેરવિરોધ આખા વર્ષમાં થયો હોય તેની ક્ષમા પ્રથમ માગવી અને તેની ક્ષમા મળે પછી પ્રતિક્રમણ કરવું. બાઈબલમાં લખ્યું છે કે “ તું તારી આહુતિ દેવને ચડાવવા આવ્યું હોય, પણ
જે તને યાદ આવે કે તારા કાઈ પડાથી સાથે તારે અણબનાવ થયો છે, તો તું તે આહુતિ મંદિરના ઓટલા પર મૂકીને તે તારા પડેશીને ત્યાં જ છે. તેનું મન મનાવજે, અને તેની સાથે મૈત્રી કરીને પાછો આવજે અને પછી તે આહૂતિ દેવને ચઢાવજે.” જ્યાં સુધી કોઈ આપણે વેરી હોય અથવા આપણને કોઈ પ્રત્યે વેર હોય, ત્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી જે કઈ મળે તેને કહીએ છીએ કે “મિચ્છામિ દેકડો” મૂળ સંસ્કૃત શબ્દો એ છે કે મિસા સુકૃતમ્ મારે દોષ–મારાથી થવા પામેલું અશુભ કૃત્ય મિથ્યા થાઓ-એળે જાઓ, આવી ક્રિયાથી પાપના સંસ્કાર જતા રહે છે, અને મન ઉપરથી ભાર ઓછો થતો જાય છે. આ બધું સમજપૂર્વક કરવામાં આવે તે જ ખરે લાભ છે. ક્ષમા માગવાથી હુંપણું નાશ પામે છે, અને ક્ષમા આપવાથી ઉદારભાવ ખીલે છે.
પર્યુષણના દિવસમાં બીજી અગત્યની બાબત તપશ્ચર્યા છે.
તપશ્ચર્યાને ઉપયોગ ઇદ્રિયનિગ્રહ અને શરીરના આરોગ્ય વાસ્તે છે. શરીર છે ઇકિયને વશ થઈ જોઈએ તે કરતાં વધારે ખેરાક લે છે. અમેરિકાને પ્રસિદ્ધ શારીરિક વિજ્ઞાનશાસ્ત્રી લખે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org