________________
ધર્મ અને રાષ્ટ્રત્વ
૧૩૭ આત્માનું સ્વરૂપ શું, તેને અને જગતને શો સંબંધ ? ઈત્યાદિ તત્ત્વબોધ આપે કદી કર્યો નથી, ત્યાં સંયમાદિ ધર્મનું પાલન શા અર્થનું ? તેને ઉત્તર મળ્યો “ભાઈ, એક દર્દીને તીર લાગ્યું છે અને તે વૈદ્ય પાસે જઈને કહે છે કે “મારું આ તીર કાઢે, પણું જરા ઉભા રહે, પ્રથમ મને કહે કે આ તીર મારનાર કોણ અને કેવો હશે? શા હેતુથી તીર માર્યું હશે ? તે કઈ દિશામાંથી આવ્યું હશે ?' આ મૂર્ખ દર્દીના જેવી તું વાત કરે છે. આત્મા અને જગતના સ્વરૂપની વ્યર્થ જિજ્ઞાસા છોડી કર્તવ્ય પાલન કરે અને તેમ કરતા સત્યજ્ઞાનની પ્રાપ્તિ યથાકાળે સહેજે થઈ રહેશે.”
આમા દેહી છે, અને ચિત્તધારા દેહી પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિમાં કર્મબંધ ન થાય અને મોક્ષ મળે તે માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. આ ચિત્તશુદ્ધિ અનેક સાત્ત્વિક ગુણોના સપ્રમાણુ વિકાસ વિના શક્ય નથી, અને આ ગુણવિકાસ જીવનના અનેક વ્યાપારમાં જ થઈ શકે છે. સત્ય, અહિંસા, અભય, ક્ષમા, સહનશીલતા આદિ અનેક ગુણોને ઉત્કર્ષ અને કસોટી સમાજમાં જ શક્ય છે એ સહેજે સમજાશે. વળી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સમાજનો કેવળ ત્યાગ શક્ય પણ નથી. એકાન્તવાસીને પણ નિર્વાહ માટે કોઈને કોઈ પર આધાર રાખવો જ પડે છે. આમ છે તે ત્યાગ શાનો થયે? સમાજનો નહિ પણ તેના પ્રત્યેના ધર્મનો જ. સમાજ તરફથી પોષણ અને રક્ષણ મેળવ્યું છે છતાં તેના પ્રત્યેનું પિતાનું ઋણ કબૂલ નથી કરવું એ તો આજના દેવાળીની જેમ લેણદારેને જાણે ઓળખતા જ નથી એના જેવું થયું. ટૂંકમાં સમાજને ત્યાગ અશક્ય છે અને તેને પ્રયત્ન ધર્મદષ્ટિએ અનિષ્ટ છે.
સમાજમાં કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્ર, સકળ મનુષ્યસમાજ ભૂતસૃષ્ટિ માત્રને સમાવેશ થાય છે. આજે આપણે માત્ર સમાજના એક મહત્ત્વના અંગ, રાષ્ટ્ર પ્રત્યેના આપણુ ધર્મની વાત વિચારવાના છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org