________________
સાંવત્સરિક ક્ષમાપના
૧૩૫
બધું માની લેવાની વૃત્તિ તે શાસ્ત્રવાસના. જ્યાં મન અને વાણું પહોંચતાં નથી તેવી આત્માની વાત શાસ્ત્રો શી રીતે કરી શકે તો પછી જે આત્મજ્ઞાની થવા ઈચછે તેને પોતાના અનુભવ ઉપર વધારે આધાર રાખવો પડે છે. શાસ્ત્રો એટલે અનુભવીઓએ લખેલાં પુસ્તક. ભૂતકાળના અનુભવીઓના વચનોથી જે આપણે વર્તમાન અનુભવ જુદો પડતો હોય તો શું આપણે શાસ્ત્રવાસનાથી બંધાઈ આપણું અનુભવને ખેટ માને ? શાસ્ત્રો અને બીજાના અનુભવો કરતાં પણ આત્મવિકાસમાં સ્વાનુભવ જ વિશેષ લાભકારી નીવડે છે. આપણી ભૂલ હશે તો તે સુધરશે, પણ જ્યાં આપણું હૃદય કે મન કબૂલ ન કરે તેવી વાત સ્વીકારવી, એથી તો અંધશ્રદ્ધા જન્મે છે, અને પ્રગતિ અટકે છે.
દેહવાસના-મનુષ્ય પોતાને–આત્માને ભૂલથી–અજ્ઞાનથી દેહરૂપ માને છે. અને આ દેહબુદ્ધિથી બહિરાત્મભાવ પ્રકટે છે, અને તેથી મનુષ્ય નિરંતર મરણથી ડર્યા કરે છે.
આ શરીર નાશ પામવાનું. પણ હું તે અમર છું. અને શરીર એતો મેં અમુક કામ કરવાને પહેરેલ ડગલે છે, એ વિચારને અનુભવ ન થાય, ત્યાંસુધી દેહવાસના રહેવાની, અને દેહવાસનાને લીધે મનુષ્ય સ્વાશ્રયી બનતા અટકે છે.
જે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના પર જય મેળવે છે, તેને વિકાસ ઘણું ત્વરાથી થાય છે. ત્રણ બંધનોથી મુક્ત થયેલ તે જીવ પિતાનું બધું લક્ષ પિતાના અંતર્ગત સામર્થ્યને અનુભવ કરવામાં વાપરે છે, અને છેવટે પોતે જે સ્વરૂપે છે તેને સાક્ષાત્કાર કરે છે. સ્વાશ્રયી મનુષ્ય જ ખરો પરોપકાર કરી શકે છે. જેને કાઈની આશા નથી તે જ ખરી સહાય બીજાને આપી શકે. માટે સ્વાશ્રયી બની પરોપકારી થાઓ. તા. ૨૮–૮–૩૦
મણિલાલ નભુભાઇ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org