________________
૧૩૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. કથાઓ તે દર વર્ષે સાંભળીએ છીએ. અમુક પાસે એક કરોડ રૂપીઆ છે, એવી વાત સાંભળીને બેસી રહીએ અને તેણે કરેડ રૂપીઆ કેમ મેળવ્યા, તે સાધનોનો વિચાર ન કરીએ અને તે સાધનો પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન ન કરીએ તો તે કરેડાધિપતિના ઈતિહાસના શ્રવણથી શું ? આપણે આજે મહાવીર પ્રભુના જીવનમાંથી એક જ બાબત અવલોકીશું. મહાવીર પ્રભુને સ્વાશ્રય-એકલા ઉભા રહેવાની શક્તિ અનુપમ હતી. આપણે બધાં ટોળાંની વૃત્તિવાળા છીએ. જેમ ગાડરીઓ પ્રવાહ ચાલે તેમ ચાલનાર છીએ. શ્રી મહાવીર પ્રભુને ઇન્ટે કહ્યું કે “તમને ભવિષ્યમાં ઘણું ઉપસર્ગો થવાના છે, તમારી અનુજ્ઞા હોય તો હું તમારી સાથે રહી તમને સહાય કરું.” શ્રી મહાવીર પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો કે “તીર્થકરે–સ્વભુજા બળવડે સંસારસમુદ્ર તર્યા છે, તરે છે અને તરશે.” તીર્થકર કેઈ ને મુક્તિ આપી શકે નહિ. મનુષ્યની મહત્તા એ જ છે કે તેના પિતાના સિવાય કેઈ તેનો ઉદ્ધાર કરી શકે નહિ. જે બીજાની આપેલી મુક્તિ મળતી હોય તો તે મુક્તિની કાંઈ કિંમત હોઈ શકે નહિ. શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે તમે તમારા પોતાના પગ ઉપર ઉભા રહે. શ્રી બુદ્ધ પણ કહ્યું છે કે તમે તમારા પોતાના દીપક થાઓ.
ટોળાંની વૃત્તિ એ સ્વવિકાસની વિઘાતક છે. ત્યારે મનુષ્ય સ્વાશ્રયી થઈ પોતાનો વિકાસ કેમ કરી શકતો નથી ? તેનાં ત્રણ કારણે છેઃ વાસના, શાસવાસના અને દેહવાસના. મનુષ્ય લેઓને ખુશ કરવાને લેકે જેથી ખુશ થાય તેવી રીતે વર્તે છે, પણ જેને પ્રસન્ન કરવો જોઈએ તે આત્માને પ્રસન્ન કરતો નથી. સર્વને ખુશ રાખવા જતાં તે કોઈને પણ ખુશ રાખી શકતો નથી, અને તે મનુષ્ય કદાપિ નિર્ભય બનતો નથી. પ્રચલિત રૂઢીને ગુલામ થઈ મનુષ્ય પોતાના આત્માની સ્વતંત્રતા ગુમાવી બેસે છે, પછી તેને વિકાસ શી રીતે થાય ? શાસ્ત્રમાં જે કાંઈ લખાયું હોય, પછી તે કોણે લખ્યું, કયા સંયોગોમાં લખ્યું, તેને વિચાર કર્યા વિના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org