________________
૧૩૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને जगदहिताय आत्मनो मोक्षाय आत्मानं जुहोमि स्वाहा । જગતના હિતને ખાતર અને આત્માના મેલને ખાતર હું મારી જાત અર્પણ કરું છું. દીક્ષામાં પણ આ બે હેતુ રહેલા છે. જેઓ દીક્ષા લે છે, તેઓને હેતુ પણ–પિતાને મેક્ષ અને જગતનું હિતજોઈએ. ઘણું અનુભવીઓનું એવું માનવું છે કે મનુષ્ય જેટલે અંશે મુક્ત થયો હોય, તેટલે અંશે બીજાની સારી સેવા કરી શકે. માટે પરેપકાર કરવા વાસ્તે પણ જીવનશુદ્ધિની આવશ્યકતા છે.
વ્યક્તિ સુધરી એટલે સમષ્ટિ સુધરી, કારણ કે સમષ્ટિ એ પણ વ્યક્તિઓના સમુદાય સિવાય બીજી કોઈ અલગ વસ્તુ નથી. માટે તે જીવનને શુદ્ધ બનાવો બને તે દ્વારા બીજાની સેવા કરે. તા. ૨૭–૮–૩૦
મણિલાલ નથુભાઈ દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org