________________
દીક્ષા આજે દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યો છે. પંડિત સુખલાલે કહ્યું કે દીક્ષાનો મુખ્ય હેતુ જીવનશુદ્ધિ છે. અને આજે હું તે જીવનશુદ્ધિ ઉપર બોલવા માગું છું.
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ ચારિત્રએ મોક્ષમાર્ગ છે. પ્રથમ મનુષ્યને અમુક બાબતનું જ્ઞાન થાય છે, પછી તેનું દર્શન થાય છે એટલે કે તેના પર પૂર્ણ શ્રદ્ધા જામે છે–તે એમજ છે, એ દઢ વિશ્વાસ થાય છે, અને પછી તે પ્રમાણે ચારિત્ર-વર્તન થાય છે. સર્પ ડસે છે, એવી આપણને દઢ શ્રદ્ધા છે, તેથી સર્પથી દૂર ભાગીએ છીએ. પણ એવી દઢ શ્રદ્ધા ધર્મના સિદ્ધાંતમાં નથી, અસત્યથી આપણું આત્માપર મલીન પડદે પડે છે, અને તેથી આત્માને સાક્ષાત્કાર થતા નથી, એવું આપણે શાસ્ત્રથી જાણીએ છીએ, પણ તેવો દઢ વિશ્વાસ નથી, તેથી આપણે ઘણીવાર અસત્ય બોલવાને દોરાઈએ છીએ. માટે જ્ઞાને ચારિત્રરૂપે પરિણમે તે વાસ્તે જ્ઞાન અને ચારિત્ર વચ્ચે શ્રદ્ધાના અંકોડાની જરૂર છે. જ્ઞાનને મોટે ભાગે મગજ સાથે સંબંધ છે. દર્શન–શ્રદ્ધાને, હૃદય સાથે સંબંધ છે, જે વસ્તુ આપણને મગજથી ખરી લાગી અને આપણું હદયે પણ સ્વીકારી તે બાબત જરુર આપણે કરવાના. જ્ઞાની આમ કરવાથી આ ફાયદો થાય છે, એમ જ્ઞાનવડે વિચાર્યા કરે, પણ જો તેના હૃદયમાં સ્ટીમ-વરાળ ન ભરાય તે જ્ઞાન એકલું શું કરે? પ્રાચીન સમયમાં ગુરુઓ શિષ્યોને એકેક સૂત્રપર વિચાર કરવાને એકાંતમાં મોકલી દેતા. તેઓ જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org