________________
જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર
૧૬ ૧. સ્વતઃસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કેઈ ઠાઠમાઠ દિવ્ય ઘટના કે ચમત્કારનું શરણુ લેવાની જરુર નહિ રહે.
જેમ જેમ એ જરુર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તો આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી; કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તો આપણું પાસે છે જ. એમાં પ્રાણ પૂરાય અને એ પ્રાણ પૂરવાના સ્થળ ચિહ્નરૂપે આપણે રાષ્ટ્ર માટે ભોગને ત્યાગ કરીએ, અને એમ સાબીત કરી બતાવીએ કે, રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ને ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડઘો પાડતો સાંવત્સરિક પર્વનો પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બંને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિનો દાવો કરતા આપણે રાષ્ટ્રસેવા દ્વારા એને કેટલો વિકાસ કરી શકીએ છીએ. રસ્તો તો આજે ખુલ્લે થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેનો માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરુષાર્થ કરવો છે કે નહિ, એ જ ઉત્તર આપો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે.
તા. ૨૮-૮-૩૦
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org