________________
જ્ઞાનના ભંડાર અને સંઘ સંસ્થા
૧૨૧ આપણે કહી છીએ કે એ તે અમારા શાસ્ત્રમાં લખેલું છે. પણ શાસ્ત્ર વાંચીને આપણે નવું શું શોધી કાઢયું ?
જ્યાં સુધી જ્ઞાનદ્વારા મનુષ્યને સાચી સમજ ન પેદા થાય ત્યાં સુધી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં સુખને શોધવા બહુ ફાંફાં મારે છે. પણ અંતે તે કંટાળે છે. કારણ કે સાચું સુખ બહારના પદાર્થોમાં નહિ પણ પોતાની અંદર રહેલું છે. પુસ્તકે એ સાધન છે, અને સાધ્ય સદ્દજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે આ સદ્દજ્ઞાન મનુષ્ય પુસ્તકોઠારા મેળવી શકે, તેમજ પોતાના અનુભવોઠારા પણ પ્રાપ્ત કરી શકે. હજારે શાસ્ત્રો કરતાં પણ એક મનુષ્યનો જાત અનુભવ ચઢી જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ કઈ વસ્તુની પ્રાચીનતાથી કે અર્વાચીનતાથી તેનું માપ કાઢવાનું નથી. કવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમાં લખ્યું છે કે. “પ્રાચીન એટલું બધું સારું નહિ. તેમ જ નવું એટલું બધું ખોટું નહિ. જ્ઞાનીઓ-વિચારવંત પ્રાચીન તેમ જ અર્વાચીન–એ બનેની પરીક્ષા કરીને બેમાંથી એકનો સ્વીકાર કરે છે. ત્યારે મૂઢ–મૂર્ખ મનુષ્યો બીજાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી દેરાઈ જાય છે. માટે પ્રાચીન કે અર્વાચીનના ઝઘડામાં નહિ ઉતરતાં મનુષ્ય દરેક વસ્તુની તેની પોતાની મહત્તા ઉપર કિંમત આંકવી અને જે પિતાના આત્મવિકાસને મદદગાર થાય તેને સ્વીકાર કરવો. મહાન પુરુષો તો કહેતા આવ્યા છે કે અમે કહીએ છીએ માટે અમુક વસ્તુને સ્વીકારતા ને, પણ સોનાને જેમ કષ, છેદ અને તાપ લગાડે છે, તેમ તમારા હૃદય, મન અને અનુભવની કસોટી લગાડે અને વાત સ્વીકારવા ચોગ્ય લાગે તે સ્વીકારે, અને તે પ્રમાણે જીવન જીવો. તમારે અનુભવ તેની સત્યતા કે અસત્યતા પુરવાર કરી આપશે. જેમને કાંઈ પણ વસ્તુ જીવનમાં ઉતારવી નથી, અને તે વસ્તુની સત્યતાને અનુભવ કરવો નથી, તેઓ તો પ્રાચીન સૂત્રોને ટાંકયાં કરશે, પણ જેઓ સત્યજીવન જીવવા માગે છે, તેઓ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી સત્ય જ્ઞાનને વ્યવહારમાં ઉતારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org