________________
૧૧૭
અમારિ–અહિંસા બગાડે છે કે સુધારે છે. પ્રસન્નચંદ્ર રાજાષનું દૃષ્ટાંત જેન આલમને સુવિદિત છે. તેમણે પોતાના જ વિચારવડે દેવગતિને યોગ્ય કર્મ બાંધ્યું, નરકગતિને કર્મ બાંધ્યું અને કેવળી પણ થયા, માટે મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ તેના વિચારે છે. વિચાર એ તેના વચનો તથા કાર્યોને પિતા છે. દાન, શીલ, અને તપ એ ત્રણેની મહત્તા તેની પાછળ રહેલા ભાવ-વિચાર ઉપર રહેલી છે. આપણું સમાજમાં પણ અનેક પ્રકારે હિંસા થઈ રહેલી છે. જો કે આપણે કોઈને શસ્ત્રથી મારતા નથી, પણ બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધ, એક પત્ની હોવા છતાં બીજાં લગ્ન કરવું–આ બધાં રૂઢિનાં શસ્ત્ર છે. તે સમાજના જીવનને, અને સમાજમાં રહેલી વ્યક્તિઓનાં જીવનને કચરી નાખે છે, દાબી રાખે છે, રીબાવી રીબાવીને મારે છે, ને કઈવાર તો કસાઈના છરા કરતાં પણ ભારે દુઃખ ઉત્પન્ન કરે છે. સમાજમાં રહેલા ક્રૂર રીવાજોને આપણે ફેરવાવીએ નહિ, પણ તે સંબંધી આંખ મીચામણું કરી તે રીવાજોને ચાલવા દઈએ તો આપણે પણું હિંસામાં ભાગ લીધે છે. Inaction in an act of mercy is an act in a deadly sin દયાના કામમાં છતી શક્તિએ ભાગ ન લે તે નિર્દયતાના કાર્યમાં ભાગ લીધા સમાન છે.
ધાર્મિકહિંસા, યજ્ઞનિમિત્તે પશુને વધ કરવો તે ધાર્મિકહિંસાને એક પ્રકાર છે. બીજા ધર્મોની નિંદા કરવી, બીજા પર આક્ષેપ કરવા, એ પણ ધાર્મિક હિંસા. ઘણું ખરા ધાર્મિક મનુષ્યો પોતાના સત્યસિદ્ધતિ પ્રતિપાદન કરવાનું રચનાત્મક કાર્ય કરવાને બદલે બીજા પંથ કે ધર્મના દેષ નિરૂપણ કરવાનું ખંડનાત્મક કાર્ય કરે છે, અને આમ કરવા જતાં સિદ્ધાંતોની ચર્ચા દૂર રાખી જુદા વિચારને માનનારાઓ ઉપર અંગત આક્ષેપ કરે છે; આ પણ એક પ્રકારની પ્રબલ હિંસા છે. કોઈપણ ધર્મનું અધું વાક્ય કે અર્ધા શ્લોક લઈને, તેનું દૂષણ બતાવવું અને તેનું ખંડન કરવું એ મહાન દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org