________________
૧૧૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને મનુસ્મૃતિમાં એક ગ્લૅક છે, તેની પ્રથમની લીંટી આ પ્રમાણે છે
न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । માંસભક્ષણમાં, દારૂમાં, અને મૈથુનમાં દોષ નથી–આટલું જે કંઈ વાંચે તો મનુસ્મૃતિ અને તેના લખનાર તથા માનનાર ઉપર તિરસ્કાર પ્રકટે. પણ તે બ્લેકની બીજી લીંટી જણાવે છે કે
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥
લકાની ઉપર પ્રમાણે પ્રવૃત્તિ છે. પણ તે ત્રણ દોષોથી મુક્ત થવું તે મહા ફળદાયી છે. માટે અર્ધા ઉતારાઓ કરી બીજા ધર્મની નિંદા કરવી, કરાવવી તે ધાર્મિક હિંસા છે.
અંત્યજો તરફનું લેકેનું વર્તન એ પણ ધર્મ સંબંધીના અધુરા જ્ઞાનને આભારી છે. સર્વ ભૂત પ્રાણમાં પ્રભુ રહેલો છે-એમ માનવું, અને તે સાથે અંત્યજમાં રહેલા પ્રભુને તિરસ્કાર કરવો એ કેમ યોગ્ય ગણાય ? છતાં ધર્મને નામે જ અંત્યજે અત્યાર સુધી કચરાયા છે.
હવે ચોથી અને મહત્ત્વની હિંસા તે આત્મિક હિંસા છે.
જ્યાં રાગ, દ્વેષ અને મેહ છે, ત્યાં આત્માની સ્વાભાવિક સ્થિતિનો નાશ થાય છે.
કોઈ વસ્તુ અથવા મનુષ્ય ઉપર આપણને રાગ થાય, પછી તે વસ્તુની પ્રાપ્તિમાં કોઈ અંતરાય નાંખે, અથવા તે મનુષ્ય પ્રત્યેના આપણા પ્રેમમાં કોઈ ખલેલ નાખે, તે તરત જ ઠેષ પેદા થાય છે. એટલે વસ્તુતઃ રાગ જ દ્વેષનું કારણ છે. પણ આ રાગ અને દ્વેષનું ખરું કારણું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે મનુષ્ય જે વસ્તુઓ પોતાની નથી તેના પર રાગ ધરે છે, અને તેમાંથી ઠેષ જન્મે છે. માટે જ્યાં સુધી જીવનની એકતાનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી આમિક હિંસા સર્વથા નાશ ન પામે. કેવળ અહિંસક મનુષ્ય જ જીવનપ્રેમી બને છે. તેનો પ્રેમ વિશ્વવ્યાપી બને છે, અને તેના વિચારો, વચનો, અને કાર્યો સમગ્ર જગતને આનંદદાતા નીવડે છે. ૨૩-૮-૩૦
મણિલાલ નથુભાઈ દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org