________________
૧૦૪.
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડયા. મુખ્ય બે વર્ગઃ એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ. અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલે વર્ગ પૂર્ણત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બને આવે, અને તે સાધુસાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષો બને આવે અને તે શ્રાવક શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘ વ્યવસ્થા અથવા બ્રાહ્મણ પંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરી ચતુવિધ વર્ણવ્યવસ્થા શરૂ થઈ. સાધુસંઘની વ્યવસ્થા સાધુઓ કરે; એના નિયમો એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મૂકાયેલા છે. સાધુસંઘ ઉપર શ્રાવકસંધનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિર્વિવાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે. પણ કયાંય ભૂલ દેખાય, અથવા તો મતભેદ હોય, અથવા તો સારા કાર્યમાં, પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંધે પિતે જાતે જ શ્રાવકસંઘનો અંકુશ પોતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણુ રીતે જુદુ હોવા છતાં તે સાધુસંઘનો એકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે
મૂળમાં તો સંધના બે જ ભાગ, અને ધર્મની દષ્ટિએ મહાવીરને એક જ સંઘ છતાં ગામ અને શહેર તેમજ પ્રદેશના ભેદ પ્રમાણે, એ સંધ લાખો નાના નાના ભાગમાં વહેંચાઈ ગયો, અને વળી દુદેવથી પડેલા વેતાંબર, દિગંબર સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખો નાનકડા સંઘ સાથે ગુણએ તો અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુધૈવ ત્યાંથી જ ન અટક્યું પણ છ વગેરેના ભેદો પાડી તેણે એ નાના ટુકડાઓને આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના નાના ટુકડાની પેઠે વધારે અને વધારે ભાગલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org