________________
જ્ઞાનસંસ્થા અને સંઘસંસ્થા
૧૦૧ છે. જ્યારે જન ભંડારો બહુધા સંધની માલિકીના જ હોય છે, અને કવચિત્ વ્યક્તિની માલિકીના હોય, ત્યાં પણ તેનો સદુપયોગ કરવા માટે તે વ્યકિત માલિક છે. અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટે ભાગે સંઘની જ સત્તા આવીને ઉભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકમાંથી ચોમાસાનો ભેજ ઉડાડવા, અને પુસ્તકની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જનો કાર્તિક સુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકે અને ભંડારને પૂજે છે, અને એ નિમિત્તે ચોમાસામાંથી સંભવતો બગાડ ભંડારોમાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા જે એકવાર માત્ર મૌખિક હતી, તે અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડા વધારા, અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં, આજે મૂર્તરૂપે આપણું સામે છે.
પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે, જમાનાને પહોંચી વળે તેવો અભ્યાસી વર્ગ એ ભંડારોની મદદથી કેાઈ ઉભો થતો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારેએ, સિદ્ધસેન અને સમંતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તે જ ભંડારો અને તેથીએ મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડુ છે. કોઈને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. બે એક અપવાદને બાદ કરીએ તો આ જ્ઞાનસંસ્થાને વારસો સંભાળી રાખનાર, અને ધરાવનાર ત્યાગી વર્ગ જાણે તુષ્ટિમાં પડી ગયો છે, અને અત્યારના યુગની સામે તેમની જ્ઞાન દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે, એ વાત જ છેક ભૂલી ગયો છે, અથવા સમજી શકે નથી, એમ કાઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે.
આ ભંડારને ઉપયોગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરો હોઈ શકે. અત્યારસુધી જે એની શૂળપૂજા થઈ, તેણે હવે અભ્યાસનું રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org