________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણેને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું.
જ્ઞાનપ્રાપ્તિ અનેક માટે તપો યોજાયાં હતાં. એવાં તો વધારે જાહેરમાં આવે, અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે, એટલા માટે મોટા મોટા જ્ઞાનતપના ઉત્સવો અને ઉજમણુઓ યોજાયા. તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે, જેનો એકેએક બચ્ચો એમ વગર ભણે સમજવા મંડી ગયો કે, “કરોડ ભવનાં પાપ, એક જ પદના કે, એક અક્ષરના જ્ઞાનથી, બળી શકે છે.”
આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત, અને જાતે ઉપાડી શકાય એટલે જ, સાધુઓના ખંભે અને પીઠે ભંડારે લટકતા, તે બીજા કારણે ઉપસ્થિત થતાં, મેટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિષેની હરીફાઈઓ, આ છે કારણને લીધે પહેલાંની એકવારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ, અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. * દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી જન જ્ઞાનસંસ્થા, ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઉભરાતા ચાલ્યા. પુસ્તકેમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંઘના ભંડારો. સાધુના ભંડારે, અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારે એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા. એની સાથે જ મેટો લેખકવર્ગ ઉભો થયો, લેખનકળા વિકાસ પામી, અને અભ્યાસી વર્ગ પણ ભારે વધો. છાપાંની કળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org