________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન
પ્રયત્ન પણ કરે છે. બીજો પક્ષ કહે છે કે બાળકને તે દીક્ષા ન જ આપવી જોઈએ, અને તરુણને દીક્ષા આપવી હોય તો એના વાલી વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમજ સ્થાનિક સંઘની પરવાનગી સિવાય તે આપવી યોગ્ય નથી. બન્ને પક્ષકારોની પોતપોતાની દલીલ છે. અને એ મોહક પણ ઘણુવાર કેટલાકને લાગે છે. પહેલે પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુ વ્યક્તિઓનાં અને વર્તમાન સાધુ વ્યકિતઓનાં નામે પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠા પરિણામો પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યકિતઓનાં નામે પણ કઈકવાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લેકે સામે નથી મૂકતો. બને પક્ષકારો ભલે પિતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જે એ બને સાચા અને ધૈર્યશાળી હોય તો વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજુ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજુ કરી શકાય. એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ. જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ, અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજે પાસ પોતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય કે ચાલ્યો જાય છે તે પણ પ્રામાણિકપણે કારણુપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ આવી પોતાની યાદીઓ એક આણંદજી કલ્યાણજી જેવી પેઢીએ અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદો ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર છેડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટકેટલું, તેમજ લેવાના અને છેડવાના, ખાસ કરીને છોડવાના કારણેની સરખામણ. આ યાદીમાંની દર સો વ્યક્તિઓમાંથી સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org