________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ભૂતકાળના દીક્ષાપરત્વે સ્ત્રીને અધિકાર રહેવા ન હોવાના, અમે ચિહ્ન રાખવા ન રાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાઈ ન ઝઘડે માગી જ લે છે. તેથી જ તો આ ઉંમર પરત્વેને અ સંમતિ પરત્વેનો મઝેદાર ઝઘડે ઉભો થયો છે અને તે વિસે ને જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુદ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બન્ને પક્ષને ચર્ચા કરવાનું સ્થાન હતું. અને હારજિતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતો; પણ આજને રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે એટલે બન્ને પક્ષકારોની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે નાણું વધારે ખર્ચે તે જિત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિ સ્વતંત્રતાવિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈનસમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડત. જાય છે.
અત્યારે બે પક્ષે છે. બન્ને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમો વિષે બંનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હોય તે પણ જેનદીક્ષા, જીવનપર્યતની લઈ શકે અને એવાં બાળકે ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમજ તે કહે છે કે સોળ કે અઢાર વર્ષે પહોંચેલે તરુણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણ મળી આવે તો દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તે આ પક્ષ બાળ ઉમેદવારો ન હોય તો તેવા ઉમેદવારેને કૃત્રિમ રીતે ઉભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org