________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દુનિયામાં સૈથી મહાન ગણુતા, અને હજારો માઈલથી જેને જેવા જેની સાથે વાતચીત કરવા, હજારે માણસે, લાખો રૂપીઆ ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણું છે ખરું ? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજનો કેઈ સાધુ, ગાંધીજી, નહેરુ કે પટેલના તંબુમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઉંચામાં ઉચા ગણાતા પ્રોફેસરને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો કાઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરે? જીવનની સાધનામાં પુષ્કળ ઉડાણ કેળવેલ અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી છે દિવસ ગાળવા ઇચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનમાં અને મૂર્ખામીના બજારોમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને રોકે છે તેટલા જ-ખરેખર તેટલા જ પ્રમાણમાં–આજનું વાતાવરણ જૈન સાધુઓને છુટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષ સાથે મળવા હળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઈષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોક્સરેના પાસમાં બેસી, તેમને ઘેર શિખવા જતાં રોકે છે, એ વાત જૈનેથી ભાગ્યે જ અજાણું છે.
કેવળ હકીક્ત રજુ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી (લંબાણુ અને નિદ્રાનો જે કોઈ આક્ષેપ કરે તો તેની પરવા ન કરીને પણ ) થોડાક અનુભવો ટાંકું. જેવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તો યોગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણ ‘નવજીવન’ને . જે નવજીવનને વાંચવા હજારે માણસ તલસે અને જેને વિષય જાણવા મેટામેટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ઘણું આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કેાઈ ઉતાવળીઆ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org