________________
સાધુસસ્થા અને તી સંસ્થા
૫૭
સંધાના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબીત કરવાને પૂરતાં સાધના છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષાત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તેા કેટલા પ્રમાણમાં અને કેવી તે આપણે નથી જાણતા. • પણ્ જૈન અને બાહસંધની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રયાર પછી રામ અને કૃષ્ણની પૂજન વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિષે કશી જ શંકા નથી. જેમજેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષા તરીકે પૂજાવા લાગ્યા તેમતેમ પક્ષીએ દેવદાનવા અને ક્રામળ તેમજ ભય કર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ, તેમ છતાં હજી પણ એનાં અવશેષા તા છે જ.
તીર્થાંના વિકાસમાં મૂર્તિપ્રચારના વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે માહકતા છે તે તીર્થ સ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભાગસ્થાનામાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાના અને તીય સ્થાનામાં જ છે.
જેનેાનાં તીર્થો એ કાંઈ એ પાંચ કે દશ નથી પણ સેકંડાની સંખ્યામાં અને તે પણ દેશના કાઈ એક જ ભાગમાં નહિ પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારે તરફ મળી આવે છે. એ જ એક વખતના જૈનસમાજના વિસ્તારના પૂરાવે છે. જૈનતોોની ખાસ એક સંસ્થા જ છે, જો કે આજે દિગંબર અને શ્વેતાંબર એ એ ભાગમાં તે વ્હેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણુસે કાયમને માટે રાકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી ખાતામાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચેા ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હાય તા એમ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org