________________
કામ તાજી અને ફરી અપ્રતિ
૭૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું
ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જેન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્ય જાય ત્યાં સાત વ્યસનના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થ શિખવે. માંસને તિરસ્કાર, દારૂની ધૃણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાન; આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમને, અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છેડવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવે જતી, એની અસર ઝનુની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે. અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ સાથે અને જૈનો સાથે મુસલમાનો પણ ઉભા રહે છે. કેટલાંક મુસલમાની રાજો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની–ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીંમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય જેમાંથી ભારે પરિણામ નીપજાવી શકાય એ મહત્ત્વનો અલભ્ય વારસો સોંપ્યો છે.
પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભાતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારે શરૂ થાય, બંધાર મકાનને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે એટલું લેકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એને નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી. શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનમાં છે. તેમની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org