________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેવાં અંગેને જ સાચવવા પ્રાણ પાથરે છે, અને તેમાંથી ઊડી તાજ આત્માને બચાવવા કેાઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ પણ તેમને આ હાથપગને બચાવવાનો પ્રયત્ન જ ઉલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જિત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જિત મેળવી એટલે તેણે પગ બચાવ્યો; પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે, કારણ કે હમણાં હમણુની તાજી તીર્થની લડાઈએ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુદ્ધાં કરી ચૂક્યા છે, અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર કલેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી.
જાણુને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા એ ભગવાન મહાવીરને આભારી છે. પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહ તરેહના પ્રશ્નો કરે છે. પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્યપરંપરામાં કાંતો સમાઈ જાય છે અને કાંતિ તેમાંના કેટલાક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનના સાધુસંધ નવે રૂપે જ ઉભો થાય છે, અને તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણું કહેણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તો એને શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org