________________
પર
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બન્ને પ્રકારને અભ્યદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જેન ભાઈ અને બહેનોને અને ગુરુ વર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી.
માત્ર રાજ્ય મેળવવામાં નહિ પણ તેને ચલાવવા સુદ્ધાંમાં પરિષહો સહન કરવા પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટો આપણું દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુસ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઉભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડયા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સુવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદુકની સંગીને નહિ ખુંચે. જે પગપાળા ચાલવાના અને લૂખુંચૂકું ખાવાના તેમ જ એકવાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસો સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોલજોને કે કે વાઈસરોય સાહેબ સુધીના અમલદારને આપણે આપણું માટે શા સારુ આપણું દેશમાં મુશીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઇંગ્લેંડમાં જઈ શાંતિ ભેગવે. ખાસ કરી આપણે બધા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org