________________
૪૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની શાંતિ કેટલી વધારે સાધી છે; અથવા એ વારસા દ્વારા એણે આધિદૈતિક મહત્ત કેટલી વધારે પ્રાપ્ત કરી છે? જે આપણને એવું અભિમાન હોય છે જેને જેવું તપ કેાઈ કરતા નથી, કરી શકતા નથી અને જેન ભિક્ષુ જેટલા ઉગ્ર પરિષહ બીજા કેાઈ સહી શકતા નથી તે આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે “કે ભલા! તમે તપ અને પરિષહોની બાબતમાં બીજા કરતાં પોતાને વધારે ચડિયાતા માની છે તો પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કર્યું પરિણામ મેળવી બીજા સમાજ કરતા ચડિયાતાપણું મેળવ્યું છે ? શું તમે કલેશશાંતિમાં બીજા કરતાં ચડો છે ? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે ? કે શું શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે? કે શું તમે પરાક્રમી શીખ સૈતિક જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડો છો ? આ પ્રશ્નને ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ ( અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે) તે પછી આપણે એકવાર ગમે તેવા કીંમતી નીવડેલા અને વસ્તુતઃ કીંમતી નીવડી શકે તેવા તપ અને પરિષહોના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ.
તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટે ભાગે આપણું કરતાં વધારે ગૂંચમાં છે, મોટા કલેશમાં છે, ભારે અથડામણના જોખમમાં છે. સાથે સાથે સમાજને મોટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલ છે. કયાં ! એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો અને કયાં ! એ કીંમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જે જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણે સમાજને જીવિત શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org