________________
૪૩
તપ અને પરિષહ એ શું છે? . આનું શું કારણ? જે ઉગ્ર તપ જે ઉગ્ર કાયક્લોશ અને જે ગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયકલેશ અને તે જ દમન જે બીજો આચરે તે એનો વિરોધ ભગવાન શા માટે કરે ? શું એમને બીજાની અદેખાઈ હતી? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનને વિરોધ એ તાપસના દેહદમન પરત્વે ન હતો. કારણ કે એવાં દેહદમનો તો. તે તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યએ એવાં જ દેહદમને સેવેલાં છે; જેના પૂરાવાઓ જેન આગમાં મોજુદ છે. ત્યારે જૂની ચાલી, આવતી તાપસ સંસ્થાઓ અને તેમનાં વિવિધ તપ સામે ભગવાનને વિરોધ કઈ બાબતમાં હતો? એમને એમાં શું ઉણપ લાગેલી એ સવાલ છે. એનો ઉત્તર ભગવાનના પિતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી, ત૫ તે એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની રાધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને, કઠોરમાં કઠોર પાપને, દેહદમનને અને કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ. ઉમેરી એટલે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઉંડા ઉતરાય અને જીવનને અંતર્મળ ફેકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે. અને આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમે. આવી જાય છે. ભગવાન દીર્ધ તપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org