________________
-
-
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ધર્મ માત્રની બે બાજુ છે. એક સહકારની અને બીજી અસહકારની. અમારિ ધર્મની પણ બે જ બાજુ છે. જ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિ ધર્મની સહકારી બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઉલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદને દુરુપયેગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિ ધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલે નહિ આપનાર અને સમાજ તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં આડે આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિ ધર્મની બીજી બાજુ છે. એને ઉદ્દેશ એવા વર્ગમાં ચૈતન્ય આણવાનો છે, એ વસ્તુ ભૂલાવી ન જોઈએ; કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે.
હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય. આજના જેને સામે અમારિ ધર્મના ખરા ઉદ્યોતકાર તરીકે બે મહાન આચાર્યો છે. એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણુ ગુરુઓ અને ગૃહસ્થ મથે છે. એ દિશામાં તેઓ ઘણા પ્રયત્ન કરે છે, જગ જગોએ ફેડે થાય છે, પશુઓ અને પંખીઓ છેડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાન કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ઘણુના સંસ્કાર પુષ્કળ છે. આ બધું છતાં આજને હેમચંદ્ર અને આજને હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાને વિચાર સુદ્ધાં કાઈ જેન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખ રૂપીઆના ફડે ખર્ચાવા છતાં અને બીજા અનેક પ્રયત્નો જારી છતાં, હિંસાના મૂળ ઉપર કુઠાર પડો નથી. જેમ વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કતલને ઉડે અભ્યાસ કર્યો, તેનાં કારણે શોધ્યાં અને તેના નિવારણના ઉપાયો સૂચવ્યા તેમ કાઈ જૈન અમારિ ધર્મના ઉપાસકે કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org